
National Seminar on Building Minds, Uniting Hearts: Sardar Patel’s Unspoken Contribution to Indian Education” on 27.02.2026
તા.27 ફેબ્રુઆરી,2026 ના રોજ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત વી.ટી. ચોકસી સાર્વજનિક કૉલેજ ઓફ એજ્યુકેશન, સુરત દ્વારા “Building Minds, Uniting Hearts: Sardar Patel’s Unspoken Contribution to Indian Education” વિષયક રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર RUSA (Faculty Development Programme – Component 11) અંતર્ગત KCG, ગુજરાત સરકારના સહયોગથી યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે કૉલેજના આચાર્ય ડૉ. પત્રલેખા ચાવડાએ સ્વાગત પ્રવચન આપતાં સેમિનારના વિષયની પ્રાસંગિકતા રજૂ કરી અને સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણમાં શિક્ષણના યોગદાનને ઉજાગર કર્યું.
ચીફ ગેસ્ટ તરીકે પૂર્વ મંત્રીશ્રી ગુજરાત સરકાર શ્રી નાનુભાઈ વાનાણીએ રાષ્ટ્રીય એકતા માટે શિક્ષણની આવશ્યકતા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે સરદાર પટેલે વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક સ્વાર્થનો ત્યાગ કરી રાષ્ટ્રીય સ્વાર્થને પ્રાધાન્ય આપ્યું. અતિથિ વિશેષ ડૉ. રાજેન્દ્ર પટેલ (પ્રોફેસર અને વડા, શિક્ષણ વિભાગ, વીએનએસજીયુ, સુરત) એ સરદાર પટેલને અડગ અને જ્ઞાનનિષ્ઠ નેતા તરીકે રજૂ કરતાં “એક ભારત”ના નિર્માણમાં તેમના યોગદાન પર પ્રકાશ પાડ્યો. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી આશિષ વકીલે સરદારના પત્રવ્યવહાર અને સિદ્ધાંતનિષ્ઠ જીવન પરથી આજના નેતૃત્વ માટે પ્રેરણા લેવા અનુરોધ કર્યો.
કૉલેજના LAC ચેરમેન શ્રી કેતન દલાલે રાષ્ટ્રીય ચેતના, ગ્રામ્ય શિક્ષણ અને મજબૂત નેતૃત્વની આવશ્યકતા પર ભાર મૂક્યો. કિ-નોટ સ્પીકર તરીકે પ્રોફેસર ડૉ. સુલભા નટરાજ - (પૂર્વ આચાર્ય વેમેડ કોલેજ ઓફ એજ્યુકેશન, વિદ્યાનગર આણંદ) “Sardar: An All-Empowering Leader” વિષયક પ્રસ્તુતિમાં સરદાર પટેલના શિક્ષણક્ષેત્રે યોગદાનને સવિસ્તાર સમજાવ્યું. તેમણે રાજ્ય એકીકરણ, મહિલા સશક્તિકરણ, માનવ વિકાસ, સમાનતા, સ્વવિચાર, નેતૃત્વ અને મૂલ્યલક્ષી વ્યક્તિત્વ વિકાસ જેવા મુદ્દાઓની છણાવટ કરી, સરદારને પરિવર્તનકારી નેતા, સચા સુવિધાકર્તા અને ચરિત્રનિર્માતા તરીકે રજૂ કરીને આજના શિક્ષકો માટે સક્રિય, નિર્ભય અને મૂલ્યઆધારિત શિક્ષણની દિશા દર્શાવી. કાર્યક્રમનું સંચાલન એસો. પ્રોફેસર ડૉ. નરેન્દ્રસિંહ ગોહિલે કર્યું હતું. સમગ્ર સેમિનારનું આયોજન આચાર્ય ડૉ. પત્રલેખા ચાવડાના માર્ગદર્શન હેઠળ ડૉ. કલ્પેશ પટેલ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. આ સેમિનાર સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ સાબિત થયો અને શિક્ષણ દ્વારા રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.