
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત વી.ટી.ચોકસી સાર્વજનિક કૉલેજ ઓફ એજ્યુકેશનમાં RUSA દ્વારા અનુદાનિત 'Gurukul to Google: Reimagining Indian Learning in the 21st century' વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન થયું હતું.
આ સેમિનારના ઉદ્ઘાટન સમારંભમાં સાર્વજનિક એજયુકેશન સોસાયટીના મા.ચેરમેનશ્રી આશિષ વકીલ, વીર નર્મદ દ.ગુ. યુનિવર્સિટીના મા.કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા, શિક્ષણ વિદ્યાશાખાના ડિનશ્રી ડૉ. આનંદ ભટ્ટ, કૉલેજની વહીવટી સમિતિના મા.અધ્યક્ષશ્રી કેતનભાઈ દલાલ ઉપસ્થિત રહ્યાં હતા. તથા સેમિનારની સ્મરણિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. તજજ્ઞ વ્યાખ્યાન ભાવનગર યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના પ્રોફેસર અને હેડ ડૉ.જગદીપ સોનવણેએ આપ્યું હતું. પેનલ સેશનમાં પ્રિ. ડૉ. સંજય પટેલ (વિદ્યાદીપ યુનિવર્સિટી) અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના અધ્યાપક ડૉ. જીગ્નેશ પટેલે વ્યાખ્યાન આપ્યાં હતાં. જેનું અધ્યક્ષસ્થાન ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના શિક્ષણ વિદ્યાશાખાના ડીન પ્રિ.ડૉ. જયેશભાઇ પટેલે શોભાવ્યું હતું. ટેકનિકલ સેશનમાં 150 જેટલા સંશોધનપત્રો (ઓફલાઈન અને ઑનલાઇન મોડ)માં રજુ થયાં હતાં. સમગ્ર સેમિનારનું સુંદર આયોજન આચાર્ય ડૉ .પત્રલેખા કે. ચાવડાના માર્ગદર્શન હેઠળ કો-ઓર્ડીનેટર પ્રા. ડૉ.કલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.